Gujarat
મહિલા સામાજિક કાર્યકરને મારી નાખવાની ધમકી
By GS TEAM
7 Jun 20261 min read

વડોદરા,મહિલા સામાજિક કાર્યકરને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાઘોડિયારોડ દિપમ ફ્લેટમાં રહેતા દિવ્યાનીબેન પરમારે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૧૫ મી તારીખે અમારા સમાજના લોકો બાપોદ પોલીસ સ્ટેશનમાં ભેગા થયાની જાણ થતા મને પરેશભાઇએ કરતા હું ત્યાં ગઇ હતી. ત્યાં અમારા સમાજના ભરતભાઇ મહીજીભાઇ રોહિત (રહે.ચંદ્રનગર સોસાયટી, તરસાલી), નિલ્પેશ ઉત્તમભાઇ વાઘ (રહે. તરસાલી) તથા પ્રવિણભાઇ ઉદેસંગભાઇ પરમાર (રહે. પાદરા) તથા અન્ય ૮૦ થી ૯૦ લોકો હાજર હતા.ભરતભાઇ તેમજ નિલ્પેશે મારૃં અપમાન કર્યું હતું. તેઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.








