Gujarat
અગાઉના ઝઘડાની અદાવત રાખી મારી નાંખવાની ધમકી
By GS TEAM
6 Oct 20251 min read

વડોદરા,અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી દંપતીને ગાળો બોલી ધમકી આપનાર સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ખોડિયાર નગર સફેદ વુડાના મકાનમાં રહેતા રાહુલભાઇ રામનિવાસભાઇ શર્માએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અમારા બ્લોકમાં રહેતા સુનિલભાઇ રબારીએ મારી પત્ની સપનાબેન સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. તે અંગેની અદાવત રાખી ગઇકાલે સાંજે સાડા સાત વાગ્યે હું તથા મારી પત્ની બહારથી શાકભાજી લઇને અમારા ઘરે પરત આવતા હતા. તે દરમિયાન સુનિલભાઇ રબારીનો ભાઇ અજય રબારીએ મને જોઇને બૂમ પાડી બોલાવ્યો હતો. તારી પત્નીએ મારા ભાઇ સાથે કેમ ઝઘડો કર્યો હતો ? તેવું કહીને ઉશ્કેરાઇને ગાળો બોલી ધમકી આપી હતી કે, તું તારા ઘરેથી એકલો બહાર નીકળીશ તો તને જાનથી મારી નાંખીશ.








