Get The App

દુષિત પાણી મુદ્દે માટલા ફોડી વેરા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી

ઢોલ નગારા વગાડી ભારે સુત્રોચાર સાથે કોર્પોરેશનને જગાડવાનો પ્રયાસ

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News

દુષિત પાણી મુદ્દે માટલા ફોડી વેરા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી 

ઢોલ નગારા વગાડી ભારે સુત્રોચાર સાથે કોર્પોરેશનને જગાડવાનો પ્રયાસ 

વડોદરાના ગોરવા વિસ્તારમાં ડેપ્યુટી મેયરના વોર્ડ 11માં દુષિત પાણીની સમસ્યાથી કંટાળી આજરોજ સ્થાનિકોએ ઢોલ નગારા વગાડી કોર્પોરેશન વિરુદ્ધ ભારે સુત્રોચાર સાથે માટલા ફોડી વેરા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

દુષિત પાણી મુદ્દે માટલા ફોડી વેરા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી 1 - image

વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલ જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રણ થઇ મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. આજે ગોરવાના દશામાં મંદિર ચાર રસ્તા પાસેની  જય ગણેશ સોસાયટી ખાતે સ્થાનિકોએ એકત્ર થઇ તંત્ર સામે દુષિત પાણી ભરેલ સેમ્પલો દર્શાવી ઢોલ નગારા વગાડી કોર્પોરેશન વિરુદ્ધ ભારે સુત્રોચાર સાથે  વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, વિસ્તારમાં દુષિત પાણી આરોગવાથી રોગચાળનો વાવર છે, લોકોના ઘરોમાં ડ્રેનેજના પાણી બેક મારે છે, કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરોને પણ વારંવાર જાણ કરેલ છે તેમ છતાં અમારી સમસ્યાનો કોઈ નિકાલ આવેલ નથી, તંત્ર જાગે તે માટે ઢોલ નગારા વગાડી માટલા ફોડ્યા છે.

Tags :