Gujarat

અકોટા અને મકરપુરામાં ઓછા પ્રેશરના લીધે પાણી વિના હજારો લોકોને હાલાકી

By GS TEAM
7 Dec 20251 min read
અકોટા અને મકરપુરામાં ઓછા પ્રેશરના લીધે પાણી વિના હજારો લોકોને હાલાકી

શહેરમાં છાશવારે પાણીની લાઈનમાં ભંગાણની ઘટનાઓ સામે આવે છે. પાણીની લાઈન તૂટવાથી પાણીના વેડફાટ સાથે જે તે વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવે છે અને માર્ગના સમારકામ, ટ્રાફિક સહિતના પ્રશ્નો જટિલ બને છે. આજે શહેરના એકોટા અને મકરપુરા વિસ્તારમાં પાણીની લાઈનોમાં ભંગાણથી હજારો લીટર ચોખ્ખું પાણી વહી ગયું હતું.

આજે વોર્ડ નં - ૧૯માં સમાવિષ્ટ મકરપુરા પોલીસ સ્ટેશન પાસેથી રેતી ભરીને પસાર થતા ડમ્પરનું પાછળનું પૈડું રસ્તામાં ખૂંપી જતા ફસાયું હતું. મહિલા સામાજિક કાર્યકરે કહ્યું હતું કે, ગઈકાલે પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો હોઈમ્યુ. કોર્પોરેશનનું ધ્યાન દોર્યું હતું અને કોઈદુઘર્ટના નસર્જાય તે માટે વહેલી તકે સમારકામની માગ કરી હતી. તેમ છતાં સમારકામ ન થતા આજે પણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને અહીં બાજુમાંથી પસાર થતું ડમ્પર માર્ગ પરભૂવો પડતા ફસાયું હતું,

જ્યારે વોર્ડ નં-૧૨માં સમાવિષ્ટ અકોટા વિસ્તારમાં ઊર્મિ સર્કલથી અકોટા પોલીસ લાઈન તરફના મુખ્ય માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ થતા અડધો કિ.મી. સુધીના માર્ગ પર પાણીની રેલમછેલ થઈ હતી. સામાજિક કાર્યકરનું કહેવું હતું કે, શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ છે ત્યારે અવાર નવાર આ પ્રકારે પાણીનો વેડફાટ મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા કરે છે.