લીંબડી સર્કલ નજીક પાણીની મેઈન લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ
લક્ષ્મીસરથી
આવતી લાઇનમાં વારંવાર ભંગાણથી હાલાકી
અગાઉ
શિયાણી પાસે પાઇપમાં ભંગાણ થતાં લીંબડીના રહિશો દસ દિવસ સુધી પાણી વગર રહ્યા હતાં
લીંબડી -
લક્ષ્મીસરથી લીંબડી આવતી પાણીની મેઈન લાઈન લીંબડી સર્કલ નજીક
તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ઘટનાની જાણ થતાં પાલિકા તથા પાણી પુરવઠા
બોર્ડના કર્મચારીઓ સ્થળ પર પહોંચી પાણી બંધ કરી પાણીનો બગાડ અટકાવ્યો હતો. અગાઉ
શિયાણી પાસે પાઇપમાં ભંગાણ થતાં લીંબડીના રહિશો દસ દિવસ સુધી પાણી વગર રહ્યા હતા.
ત્યારે પાણીની લાઇનમાં વારંવરા થતું ભંગાણ અટકાવવા નક્કર પગલાં લેવા શહેરીજનોમાં
માંગ ઉઠવા પામી છે.
લીંબડી
હાઈવે પર સર્કલ પાસે લક્ષ્મીસરથી આવતી પાણીની મેઈન લાઈન તૂટી જતાં હજારો લીટર પાણીનો
બગાડ થયો હતો. પાણીની લાઈનમાં ભંગાણ થયું હોવાની જાણ થતાં પાલિકા તથા પાણી પુરવઠા
બોર્ડના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પાણી નો બગાડ ન થાય તે માટે
તાત્કાલીક પાણી બંધ કરાવામાં આવ્યું હતું.
ત્યારે અવાર નવાર પાણી ની લાઈન ટુટી જવાનાં કારણે શહેરીજનો ભારે હાલાકી
ભોગવી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં લક્ષ્મીસરથી આવતી પાણીની લાઈનમાં શિયાણી પાસે
ભંગાણ થયું હતું. જેને કારણે લીંબડી શહેરમાં દસ દિવસ સુધી પાણી વિતરણ કરવામાં
આવ્યું ન હતું.
ભર
ચોમાસામાં પાલિકા દ્વારા દસ દિવસે પાણી વિતરણ કરવામાં આવતાં પીવાના પાણી માટે બહારથી રૃપિયા ખર્ચીને
વેચાતાં પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા હતા. જેને કારણે શહેરીજનોમાં ભારે રોષ
ભભૂકી ઉઠયો હતો. તેમજ અવાર નવાર પાણીની પાઈપ લાઈનો તૂટી જતાં શહેરીજનો ભારે હાલાકી
ભોગવી રહ્યાં છે. જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં
આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે.
આ
બાબતે નગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન શાંન્તિલાલ ચૌહાણ સાથે વાત કરતાં તેમણે
જણાવ્યું હતું કે પાણીની જુની હોવાના કારણે ચાર ફુટ જેટલી કાટ ખાઈને સડી ગઈ હોવાથી
પાણીની લાઈન ટુટી જવા પામી છે. હાલ પાણી પુરવઠા બોર્ડ દ્વારા લાઈન રિપેરીંગ
કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી તકે લાઈન રિપેરીંગ થઈ જશે.