Gujarat

ધ્રાંગધ્રાની ફલકુ નદીમાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી

By GS TEAM
18 Mar 20261 min read
ધ્રાંગધ્રાની ફલકુ નદીમાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી

દોષિતો સામે કાર્યવાહીની માંગ

અસામાજીક તત્વો દ્વાર મૃત માછલીઓને નદીમાં નાખી હોવાનું પ્રાથમિક અનુમાન

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા શહેરમાં આવેલ ફલકુ નદીમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓને લાવી નદીમાં નાખવામાં આવી હોવાની હાલ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેની સ્થાનિકોને જાણ થતા તાત્કાલિક તંત્રને માહિતગાર કરવામાં આવ્યું હતું. આથી નગરપાલિકા તથા સંબંધિત વિભાગ દ્વારા નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ આ ઘટનાની ગંભીર તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ ફલકુ નદીના પ્રદૂષણને રોકવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.