Get The App

કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News

ખેતીની મોસમ શરૃ થતાં પાણીની ચોરી રોકવા

નર્મદા કેનાલની પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી કોઇ વ્યકિત પમ્પ મુકીને અથવા ટેન્કર દ્વારા પાણી લઇ શકાતું નથી

ગાંધીનગર :  ખેતીની મોસમ શરૃ થવાની સાથે પાણીની ચોરી થવાના કિસ્સા બનતા હોવાથી ગાંધીનગર જિલ્લા કેનાલની પાઇપલાઇન સાથે ચેડા કરીને પાણી લેવાની પ્રવૃત્તિ કરનારાને પકડીને કાયદેસર કરવા આદેશ થયો છે. નર્મદા કેનાલ મારફતે પાણી ગામે ગામ પહોંચાડાતા પીવાના પાણીના પુરવઠામાં વિક્ષેપ ન થાય તેના માટે ઉપરોકત આદેશો અપાયા છે. નર્મદા કેનાલમાંથી ગેરકાયદે પાણી ઉપાડવા પર પ્રતિંબધ મુકવામાં આવેલો છે.

કોઇ વ્યકિત દ્વારા પમ્પ મુકીને, ટેન્કર દ્વારા કે, બીજી કોઇ રીતે પ્રતિબંધાત્મક આદેશ મુજબ નર્મદા કેનાલની પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી પાણી ભરી શકાતું નથી. પાણીની પાઇપલાઇન સાથે કોઇ ચેડા કરી શકશે નહીં કે, પાઇપલાઇનની તોડફોડ કરી શકશે નહીં કે, પાઇપલાઇનની જમીનમાં ખાડા ફરી શકશે નહીં. આ પાઇપલાઇનમાંથી કોઇપણ વ્યકિત પાણી લઇ જઇ શકશે નહીં તેમજ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય તેવું કૃત્ય કરશે નહીં. આ પાઇપલાઇનમાંથી કોઇપણ વ્યકિત સીધી રીતે કે, પપીંગ કરી પાણી મેળવી શકે નહીં. તેમજ મોટર કે, મશીનથી પંપ મૂકી પાણી ખેંચી શકાતું નથી. તેથી પ્રતિબંધની અવગણના કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિ?તાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. પીવાના પાણીની જરૃરિયાતોને અનુલક્ષીને નર્મદા કેનાલ મારફતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. પાણીનું યોગ્ય રીતે વિતરણ થઇ શકે તેમજ પાણી પુરવઠામાં વિક્ષેપ ઉભો ન થાય તે માટે પાઇપલાઇન તથા આનુસંગિક ઘટકો, સમ્પ, પંપહાઉસ, એરવાલ્વ, સ્ક્રાવર વાલ્વને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં ન આવે તેમજ પાણીની ચોરી તથા દુર્વ્યય અટકાવી શકાય તે માટે પગલા લેવાશે.