- આડેધડ વાહન પાકિંગ સામે રેલવે પોલીસની કાર્યવાહી
- રેલવે પોલીસે 76 વાહન ચાલકોને મેમો આપી રૂ. 22 હજારથી વધુનોનો દંડ વસૂલ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર રેલવે જંક્શનમાં આડેધડ વાહન પાકિંગ સામે રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 'નો પાકગ'માં વાહન પાર્ક કરનારા દંડાયા ૭૬ વાહન ચાલકોને રેલવે પોલીસે મેમો આપી રૂ.૨૨ હજારથી વધુનોનો દંડ વસૂલ્યો છે.
સુરેન્દ્રનગર રેલવે જંક્શન પરથી મોટી સંખ્યામાં મુસાફરો સહિત આપડાઉન કરતા વિધાર્થીઓ અને નોકરિયાતો મુસાફરી કરે છે. મુસાફરોને રેલવે જંક્શન મુકવા આવતા તેમના સગા સંબંધીઓ તેમજ અપડાઉન કરતા મુસાફરો અને કામ અર્થે આવતા લોકો આડેધડ તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી પોતાના બાઇક, ટુવ્હીલર સહિતના વાહનો અન્ય લોકોને નડતરરૂપ થાય તેમ પાર્ક કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી હચી. તેને ધ્યાને લઈને રેલવે પોલીસ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધર્યું અને જંક્શન આસપાસ 'નો પાકગ' વિસ્તાર તેમજ આડેધડ અને નિયમોનું ઉલ્લંઘન કરી વાહનો પાર્ક કરનાર ૭૬ જેટલા વાહન ચાલકોને મેમો ફટકારી રોકડ રૂ.૨૨,૨૦૦નો દંડ વસૂલ્યો હતો.


