Gujarat

બી.યુ.પરમીશન નહીં મેળવનારા જોધપુર,વેજલપુર તથા સરખેજમાં ચાલતા ૧૩ શૈક્ષણિક એકમ સીલ

By GS TEAM
10 Dec 20251 min read
બી.યુ.પરમીશન નહીં મેળવનારા જોધપુર,વેજલપુર તથા સરખેજમાં  ચાલતા ૧૩ શૈક્ષણિક એકમ સીલ

  અમદાવાદ,બુધવાર,10 ડિસેમ્બર,2025

અમદાવાદના જોધપુર ઉપરાંત વેજલપુર તથા સરખેજમાં બી.યુ.પરમીશન નહીં મેળવનારા ૧૩ શૈક્ષણિક એકમને એસ્ટેટ વિભાગે સીલ કર્યા હતા.સીલ કરેલા એકમોમા હેપી કિડસ,શોરબકોર પ્રિ-સ્કૂલ તથા વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે.

એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ અપાયા પછી પણ બાંધકામ નિયમિત નહી કરાવાતા જોધપુર વોર્ડમાં નેચર,રાઈઝીંગ સ્ટાર -મોન્ટેસરી ઉપરાંત લેમ્પ્રોસ, વેજલપુર વોર્ડમા હેપી કિડસ, શોરબકોર સ્કૂલ,લિટલ મેલિનિયમ, વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ તેમજ સરખેજ વોર્ડમાં કુવૈશ સ્કૂલ, જાગૃતિ સ્કૂલ તથા અમદાવાદ જુનિયર સ્કૂલ, કિડઝી પ્રિ-સ્કૂલ સીલ કરાયા હતા.