Get The App

ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે

પાર્ટી લોન,સ્ટેજ, એન્ટેરન્સ પ્લાઝા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News

   ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે 1 - image  

  અમદાવાદ,સોમવાર,14 એપ્રિલ,2025

પશ્ચિમઝોનના ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે.પાર્ટી લોન,સ્ટેજ તથા એન્ટરન્સ પ્લાઝા સહિતની સુવિધા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવવા રુપિયા ૧.૮૬ કરોડનો ખર્ચ કરાશે.

ચાંદખેડા વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર-૬૯ના ૫૫૮૫ ચોરસ મીટરના પ્લોટમાં ફાઈનલ પ્લોટ નંબર-૩૫૧માં ૭૦૦ ચોરસમીટર બાંધકામ એરીયા રહેશે.પાર્ટી પ્લોટ બનાવવા રૃપિયા  ૨.૫૬ કરોડનો અંદાજ મુકાયો હતો. અંદાજ કરતા  ૨.૫૯ ટકા ઓછાભાવથી કોન્ટ્રાકટર યમુનેશ કન્સ્ટ્રકશનને કામગીરી અપાઈ છે.પાર્ટી પ્લોટમાં બ્રાઈડ એન્ડ ગુ્મ રુમ એન્ટરન્સ પ્લાઝા વીથ સ્ટેચ્યુ,કીચન એરીયા,વોટર એરીયા સહિતની  અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવશે.

Tags :