Gujarat

બોડકદેવ વોર્ડમાં આવેલાં આંબલી વિસ્તારમાં ચાર કરોડના ખર્ચે લાયબ્રેરી બનાવાશે

By GS TEAM
16 Jun 20251 min read
બોડકદેવ વોર્ડમાં આવેલાં  આંબલી વિસ્તારમાં ચાર કરોડના ખર્ચે લાયબ્રેરી બનાવાશે

  અમદાવાદ,સોમવાર, 16 જુન,2025

બોડકદેવ વોર્ડમાં આવેલા આંબલી વિસ્તારમાં રુપિયા ૪.૫૩ કરોડના ખર્ચે  લાયબ્રેરી બનાવાશે. એસ.જી.હાઈવેથી એસ.પી.રીંગ રોડ સુધીના વિસ્તારમાં લાયબ્રેરીની સુવિધા નથી.કોન્ટ્રાકટર એપીકોન ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લીને કામગીરી અપાઈ છે.

બોડકદેવ વોર્ડ આશરે ૧૨.૯૩ ચોરસ કિલોમીટરમાં આવેલો છે.આ વોર્ડમાં ૧૩૨ ફુટ રીંગ રોડથી એસ.જી.હાઈવે સુધીના વિસ્તારમાં મેમનગર ઉપરાંત વસ્ત્રાપુર, જજીસ બંગલા,લાડ સોસાયટી તેમજ એસ.જી.હાઈવેથી એસ.પી.રીંગ રોડ સુધીમાં બોડકદેવ ગામ, આંબલી ગામ તેમજ બોપલ ઉમિયા માતાના મંદિર સુધીનો વિસ્તાર આવેલો છે.૧૮૭૮ ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા પૈકી ૯૧૮ ચોરસ મીટર જગ્યામાં ગ્રાઉન્ડ ઉપરાંત ફર્સ્ટ ફલોર ઉપર ૨૨૮ વિદ્યાર્થીઓ બેસી શકે એ પ્રકારેની વ્યવસ્થા કરાશે.આ ઉપરાંત વાસણા વોર્ડમાં આવેલા રેવા જૈન સંઘની બાજુમાં આવેલા ટી.પી.સ્કીમ નંબર-૨૬ના ફાયનલ પ્લોટ નંબર  ૯૬ સીમાં  રુપિયા ૨.૯૦ કરોડના ખર્ચથી રીડીંગરુમ તથા સીટી સીવીક સેન્ટર બનાવવા કોન્ટ્રાકટર શ્રીજી કન્સ્ટ્રકશનને કામ આપવામાં આવ્યુ છે.