અમદાવાદ, તા. 27 સપ્ટેમ્બર 2022 મંગળવાર
શારદીય નવરાત્રીની શરૂઆત 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ ચૂકી છે. નવરાત્રીમાં 9 દિવસ સુધી માતા દુર્ગાના જુદા-જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભારતમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે.
મોટા મોટા પંડાલોમાં માતાની ઝાંખીઓ મૂકવામાં આવે છે અને આકર્ષક સજાવટ સાથે વિભિન્ન પ્રકારના આયોજન કરવામાં આવે છે. નવરાત્રીમાં કોઈ પણ ભક્ત પૂરી શ્રદ્ધા સાથે માતા દુર્ગાની ઉપાસના કરે છે તો માતા પોતાના ભક્તના જીવનની દરેક મુશ્કેલીઓને દૂર કરે છે. અહીં જણાવાયુ છે કે આ વખતે નવરાત્રી કઈ રાશિના લોકો માટે શુભ છે.

મેષ રાશિ
આ વખતની નવરાત્રી મેષ રાશિના લોકો માટે ખૂબ શુભ સાબિત થવાની છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિ પર માતા દુર્ગાની ખાસ કૃપા વરસશે. આ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે. સાથે જ નોકરીમાં પણ પ્રગતિ થશે. નવરાત્રી દરમિયાન કરવામાં આવેલી યાત્રાઓ લાભદાયી નીવડશે.
વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ નવરાત્રી વૃષભ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા અપાવશે. આ નવરાત્રીમાં વૃષભ રાશિના લોકોને તેમનુ નસીબ ખૂબ સાથ આપશે. તેમને અપાર ધન લાભ થવાની સંભાવના છે. દરમિયાન વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરિયાત વર્ગના લોકોને કોઈ મોટી જવાબદારી મળી શકે છે.
કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકોને આ નવરાત્રીમાં ધન લાભ થવાનો છે. વેપાર કરતા લોકો માટે આ નવરાત્રી ખાસ રહેશે. આ સિવાય નોકરિયાત વર્ગના લોકોની પ્રગતિ થવાની પૂર્ણ સંભાવના છે.
સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના જાતકોને આ નવરાત્રીએ કોઈ સુખદ સમાચાર મળી શકે છે. આ સિવાય તેમને અચાનક ધન લાભ થવાની સંભાવના છે. કોઈ ખાસ પ્રવાસ માટે બહાર જવુ પડી શકે છે જે લાભ અપાવશે. સિંહ રાશિના લોકોના તમામ અટકેલા કામ આ નવરાત્રીમાં પૂરા થઈ શકે છે. જો કોઈ ઘણા દિવસોથી અસાધ્ય રોગથી પીડિત છે તો તેમને તેનાથી મુક્તિ પણ મળશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે આ નવરાત્રી શુભ મનાય છે. કન્યા રાશિના લોકોને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. જો કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો તો તે પ્રેમ સંબંધ પણ ગાઢ થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ નવરાત્રી શુભ ફળ અપાવનારી રહેશે. તુલા રાશિના જાતકોને ધનલાભ થશે. સાથે જ આવકના નવા માર્ગ પણ ખુલશે. રોકાયેલા જૂના કામમાં સફળતા મળશે, સ્વાસ્થ્યમાં અનુકૂળ સુધારો થશે.


