Gujarat

વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર

By GS TEAM
3 Sep 20251 min read
TukuTouch Logo
દંપતિ રાત્રે એક વાગે જમવા ગયું અને 2:00 વાગે પરત આવ્યું : માતા પિતા અને દીકરી ઘરમાં જ સુતા હતા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર

Vadodara Theft Case : વડોદરાના તરસાલી રોડ પર નારાયણ પાર્ક સોસાયટીમાં રહેતા હર્ષલ સંજયભાઈ પંચાલ બોરવેલનું કામ કરે છે. ગઈકાલે રાત્રે એક વાગે તેમના પત્ની સોનાલીબેન સાથે કાર લઈને ગેડા સર્કલ જમવા માટે નીકળ્યા હતા અને ઘરના મેન ગેટનું ઇન્ટરલોક માર્યું હતું. તેમના પિતા ગ્રાઉન્ડ ફ્લોર પર સુઈ ગયા હતા અને માતા અને પુત્રી ઉપરના માળ બેડ રૂમમાં સુઈ ગયા હતા રાત્રે બે વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે મકાનનો ગેટ ખુલ્લો હતો અને બહાર ખુલ્લી જગ્યામાં કપડા વેર વિખેર પડ્યા હતા. બારીના સળિયા તોડીને અંદર ઘૂસેલી ચોર ટોળકી અંદાજે 12 તોલા વજનના સોનાના દાગીના તથા ચાંદીના દાગીના મળી 3.15 લાખની ચોરીને ફરાર થઈ ગઈ હતી.

જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર વડસર રોડ પર રોયલ વિલામાં રહેતા રાજીવભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા જંબુસરની કંપનીમાં નોકરી કરે છે ગત 30મી તારીખે પત્ની પ્રીતિબેન સાથે સવારે 8:00 વાગે ભરૂચમાં રહેતા પુત્રના ઘરે ગયા હતા અને ઘરને ઇન્ટરલોક તથા લોખંડનું તાળું માર્યું હતું. રાત્રી દરમિયાન બંધ મકાનની નિશાન બનાવી નકુચો અને ઇન્ટરલોક તોડી ઘરમાંથી અંદાજિત સવા ચાર તોલા વજનના સોનાના દાગીના અને રોકડા 70000 મળી કુલ 1.79 લાખની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. હાલમાં સોનાનો ભાવ એક લાખને પાર છે તેમ છતાં પોલીસે સોનાના દાગીનાની ખરીદી સમયનો ભાવ ગણ્યો છે.