Gujarat
જામનગરમાં ન્યુ સાધના કોલોની જમાઈ પર વિસ્તારમાં આવેલી આંગણવાડીને નિશાન બનાવતા તસ્કરો
By GS TEAM
25 Jun 20251 min read
આંગણવાડીમાંથી તસ્કરો ગેસનો બાટલા-ચૂલો ઉપરાંત તેલનો ડબ્બો અને ચોખા પણ ઉઠાવી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
આંગણવાડીમાંથી તસ્કરો ગેસનો બાટલા-ચૂલો ઉપરાંત તેલનો ડબ્બો અને ચોખા પણ ઉઠાવી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં સાધના કોલોની નજીક જમાઈ પર વિસ્તારમાં આવેલી એક આંગણવાડીને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી, અને અંદરથી માલ સામાનની ચોરી કરી લઈ ગયાનો બનાવ સામે આવતાં દોડધામ થઈ છે.
કોઈ તસ્કરોએ આંગણવાડીના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, ત્યારબાદ અંદર રાખવામાં આવેલા રાંધણ ગેસના બે બાટલા, અને એક ચૂલો, ઉપરાંત 150 કિલો ચોખા અને તેલનો ડબ્બો સહિતની સામગ્રી તસ્કરો ઉઠાવી ગયા હતા.
આ ચોરીના બનાવ અંગે આજે સવારે આંગણવાડી ખોલવામાં આવી, ત્યારે ધ્યાનમાં આવતાં પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે, અને સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે.









