વડોદરાના રેસકોર્સ પાસેના કોમ્પ્લેક્સમાં બે રેસ્ટોરન્ટ અને બે ઓફિસમાં ત્રાકકેલા ચોરો રોકડ ઉઠાવી ગયા
Vadodara : વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાર સ્થળે ત્રાટકેલા ચોરો રોકડ રકમ ઉઠાવી ગયા હતા.
હરણી મોટનાથ રોડ ઉપર સુરમ્ય સેફાયર ખાતે રહેતા ભાવિકભાઈ ઠક્કરે પોલીસને કહ્યું હતું કે રેસકોર્સ ચકલી સર્કલ પાસે આવેલા ધ એમરલ બિલ્ડિંગમાં પહેલા માળે મારી રેસ્ટોરન્ટ આવેલી છે.
ગઈ તા 19મી એ રાત્રે રેસ્ટોરન્ટ બંધ કરી હતી. ગઈકાલે સવારે રેસ્ટોરન્ટ ખોલી ત્યારે અંદર કાઉન્ટરનો સામાન વેરવિખેર જણાયો હતો. જ્યારે પાછળનો દરવાજો તૂટેલી હાલતમાં હતો. તપાસ કરતા ચોરો કેશ કાઉન્ટરમાંથી 64000 રોકડ ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.
ચોરો પહેલા માળે આવેલી બીજી એક રેસ્ટોરન્ટમાં પણ ત્રાટક્યા હતા અને રોકડાનું 7000 ચોરી ગયા હતા. જ્યારે ત્રીજા માળે આવેલી એવી ઓર્ગેનિક્સ નામની ખાનગી ઓફિસમાંથી પણ રોકડા રૂ.32 હજાર તેમજ ઈક્વિટાસ ફાઇનાન્સ નામની ઓફિસમાંથી પણ રોકડા રૂ.19860 ની ચોરી કરી હતી.
આમ ચાર ચાર જગ્યાએ રાખેલા ચોરો કુલ રૂ.1.22 લાખની રોકડ ચોરી ગયા હોવાથી અકોટા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.