જામનગરમાં હાથી શેરીમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : 35,000 ની માલમતા ઉઠાવી ગયા
Jamnagar Theft Case : જામનગરમાં હવાઈ ચોક નજીક હાથી શેરીમાં એક બંધ રહેણાક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી જુના ચાંદીના દાગીના, જૂની ચલણી નોટ, જૂની સ્ટેમ્પ સહિત રૂપિયા 35,000ની માલમતા ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાલ ગોકુલ ધામ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રવિણાબેન સુધીરભાઈ નામના 63 વર્ષ મહિલા કે જેઓનું હાથી શેરીમાં જૂનું મકાન આવેલુ છે તે, મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. અને મકાનમાં ખાતર પાડ્યું હતું.
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ મેળવી જુના મોતીના સેટ સાથેના ચાંદીના દાગીના, સ્ટેમ્પની અલગ અલગ ટિકિટો, જૂની ચલણી નોટો સહીત રૂપિયા 35,000 ની માલમતા ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવા અંગે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.