વડોદરાના કલાલી બિલ રોડ પર દંપતી ઘરમાં સૂતું હતું અને ચોર ટોળકી 5 લાખની મતા લઈને ફરાર
Vadodara Theft Case : વડોદરાના કલાલી બીલ રોડ પર વપરાતું ફ્લેટની બાજુમાં કોરોવિલમાં રહેતા અને ટેલરિંગનું કામ કરતા ભારતભઈ પંડિતભાઈ સુશીર ઘરેથી લેડીઝ ટેલરીંગનું કામ કરે છે. તેમનો એક પુત્ર બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર છે અને બીજો પુત્ર મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.
મારા પત્નીના મોટા મમ્મીનું અવસાન થયું હોવાથી મારી પત્ની ગત 24મી તારીખે ત્યાં ગઈ હતી અને દસમી તારીખે સાંજે 5:00 વાગે ઘરે આવી હતી. ત્યારબાદ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા દાદર પાસેના કબાટમાં મૂક્યા હતા. ત્યારબાદ પતિ પત્ની સૂઈ ગઈ હતી અને સવારે 5:00 વાગે ભારતભાઈએ ઉઠી જતા ઘરમાં જોયું તો આગળ પાછળના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હતો. રાત્રે ત્રાટકેલા ચોર આઠ તોલા ઉપરાંતના વજનના સોના-ચાંદીના દાગીના અને રોકડા 1.24 લાખ મળી 5.04 લાખની મતા ચોરી ગયા હતા.