રામનાથ ગામે ચોરો ત્રાટક્યા : સાડા સાત લાખના દાગીના ઉઠાવી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક આવેલા રામનાથ ગામમાં ગઈ રાત્રે ત્રાટકેલા ચોરો એક મકાનમાંથી સાડા સાત લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ઉઠાવી ગયા હતા તેમજ ગામની દૂધ ડેરીના મકાનનું પણ તાળું તોડ્યું હતું
રામનાથ ગામમાં ભાગોળ ફળિયામાં રહેતા બીપીન પ્રભાતસિંહ પઢિયારે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતી તેમજ રામનાથ ટ્રાન્સપોર્ટ નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું. તા.6ના રોજ સવારે મારી માતા દૂધ ભરવા માટે ડેરીમાં જતા હતા ત્યારે નજીકમાં આવેલા અમારા બીજા ઘરનો દરવાજો ખુલ્લો જણાતા તેઓ પરત આવ્યા હતા અને મને જાણ કર્યા બાદ અમે બીજા ઘરે ગયા ત્યારે લાકડાના દરવાજાનો નકુચો તૂટેલો અને દરવાજો ખુલ્લો હતો અંદર મુકેલ તિજોરીનું લોક તૂટેલું તેમજ ખુલ્લી હતી અને તિજોરીના લોકરમાં મુકેલા સોનાના દાગીના જણાયા ન હતા.
આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર આવી ગઈ હતી મારા ઘરમાંથી 7.30 લાખ કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી આ ઉપરાંત ગામની દૂધ ડેરીનું પણ લોક તૂટેલું હતું પરંતુ તેમાંથી કોઈ વસ્તુની ચોરી થઈ ન હતી કોઈ અજાણ્યા ચોરે રાત્રે ગામમાં પ્રવેશી ચોરી કરી હતી.








