વડોદરાના ગોત્રીમાં બહારગામ ગયેલા પરિવારને ત્યાં કલાકોમાં જ ચોરો ત્રાટક્યા, દાગીના અને રોકડની ચોરી
Vadodara Theft Case : વડોદરામાં બંધ મકાનો પર નજર રાખી તક મળતા જ ત્રાટકતી ટોળકીએ ગોત્રી વિસ્તારમાં કલાકોમાં જ એક મકાનમાં સાફ સુફી કરી હોવાનો બનાવ બન્યો છે.
ગોત્રીના ગોકુલ પાર્ટી પ્લોટ પાસે રાધેશ્યામ સોસાયટી વિભાગ-2 માં રહેતા અને નિવૃત્ત જીવનગાળતા સનાભાઇ વસાવાએ પોલીસને કહ્યું છે કે ગઈ તા.4થી એ સાંજે હું અને મારા પત્ની ભરૂચ ખાતે પુત્રીને ઘેર ગયા હતા.
જે દરમિયાન બીજે દિવસે સવારે મારા પાડોશીનો ફોન આવ્યો હતો અને તેમણે મકાનનું તાળું તૂટ્યું છે તેવી જાણ કરી હતી. ભરૂચથી બપોરે આવી તપાસ કરતા મકાનમાંથી સોનાની ચાર ચેન, છ વીંટી, આઠ બુટ્ટી, એક હાર, બે લકી, ચાંદીના દાગીના તેમજ રોકડ રૂ.42000 મળી આશરે 6 લાખ ઉપરાંતની કિંમતની મતા ચોરાઈ હોવાનું જણાઈ આવ્યું હતું.