Gujarat

નવરાત્રી પૂરી થતાં મોટી રકમ મળવાની આશાએ ચોરો કારેલીબાગના અંબાજી મંદિરમાં ત્રાટક્યા

By GS TEAM
3 Oct 20251 min read
TukuTouch Logo
અગાઉ પણ બે વખત ચોરીનો પ્રયાસ થયો હતો, માત્ર 2 મિનિટમાં કામ પતાવ્યું

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રી પૂરી થતાં મોટી રકમ મળવાની આશાએ ચોરો કારેલીબાગના અંબાજી મંદિરમાં ત્રાટક્યા

Vadodara Theft Case in Temple : વડોદરાના કાલીબાગ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં ત્રાટકેલા ચોરો બે દાન પેટી ઉઠાવી ગયા હોવાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કારેલીબાગના હસ્તિનાપુર સોસાયટીમાં આવેલા અંબાજી મંદિરમાં આજે વહેલી સવારે ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચોરો અગાઉથી રેકી કરીને આવ્યા હોય તેમ જણાય છે.

ચોરીના બનાવની ઘટના મંદીરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં વહેલી સવારે મંદિર ખોલતા મનુભાઈને જોઈ બે ચોર બે વખત કમ્પાઉન્ડમાં દાખલ થઈ ફરતા દેખાય છે. બંને જણા કેટલીક સેકન્ડ માટે બાંકડા ઉપર પણ બેસે છે અને એકબીજાની ટોપી અદલાબદલી કરે છે. 

મનુભાઈ દૂધ લેવા માટે નીકળે છે ત્યારે ચોરો ફરી એક વાર મંદિરમાં ત્રાટકે છે, અને એક મોટી અને એક નાની દાન પેટી ઉઠાવી સ્કૂટર લઈ ઉભેલા ત્રીજા સાગરીત સાથે ભાગી જાય છે. 

ઉપરોક્ત મંદિરમાં અગાઉ પણ બે વખત ચોરીનો પ્રયાસ થયો હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોની તપાસ હાથ ધરી છે. મંદિરની દાનપેટીમાં કેટલી રકમ હતી

 તેની ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. નવરાત્રી પછી આજે દાનપેટી ખોલવાના હોવાથી મોટી રકમ મળવાની આશાએ ચોરોએ કામપાર પાડયું હોવાનું મનાય છે.