Get The App

વડોદરાના ગોત્રીમાં રુદ્રરાજ ડુપ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યાં : ત્રણ મકાનના તાળા તોડ્યાં

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના ગોત્રીમાં રુદ્રરાજ ડુપ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યાં : ત્રણ મકાનના તાળા તોડ્યાં 1 - image

Vadodara Theft Case : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા રુદ્રરાજ ડુપ્લેક્સમાં આવેલા ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં રહેતા માતા અને દીકરી અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હોય તેમના બંધ મકાનને નિશાન બનાવ્યુ હતું અને સોના ચાંદીના દાગીના મળી રૂ.1.71 લાખની મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. અન્ય બે મકાનના તાળા પણ તસ્કરોએ હાથ અજમાવ્યો હતો. પરંતુ કેટલી મતાની ચોરી થઇ હોવાની વિગતો જાણવા મળી નથી. 

ગોત્રી વિસ્તારમાં આવેલા રુદ્રરાજ ડુપ્લેક્ષમાં રહેતા વૃદ્ધા જયેશ ઠાકર તેમની દિકરી જેસલની સાથે રહે છે અને પતિ જયેશભાઈ હાલ દુબઈની એક કંપનીમાં નોકરી કરે છે. 28 નવેમ્બરના રોજ વૃદ્ધા તેમની દિકરી અને સગા સંબંધી સાથે બપોરના બે વાગ્યાની આસપાસ અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યારે સવારના અમદાવાદ ખાતે હતા ત્યારે સવારના આઠેક વાગે તેમના મોબાઈલ ઉપર પાડોશી દિપેશભાઈ શાહનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ઘરનું તાળુ તુટ્યું છે. જેથી વૃદ્ધા તેમની દિકરી સાથે તાત્કાલીન ઘરે બપોરના એક વાગ્યે આવી ગયા હતા અને તેમના નણંદ બીનાબેન દેસાઈને પણ બોલાવ્યાં હતા. ત્યારબાદ તેઓએ ઘરમાં તપાસ કરી હતી ત્યારે તિજોરીમાં મુકેલા સોનાની બંગડી, એક મંગળસુત્ર, સોનાની ડાયમંડવાળી બુટ્ટી, સોનાની નથણી, ચાંદીના સાકડા, ચાંદીની ગણપતિ દાદાની મુર્તી, એક રાડો કંપનીનુ કાંડા ઘડીયાળ તથા બે કેમેરા મળી રૂ.1.71 લાખના માલમતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેથી વૃદ્ધાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે બંધ મકાનના તાળા તોડી ચોરી કરવામાં આવી હતી પરંતું કેટલી માલમતા ચોરીમાં ગઈ છે તેની માહિતી મળી નથી.