જામનગરમાં લાલપુરના બબરજર ગામે ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં તસ્કરોનો હાથ ફેરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામમાં એક ખાનગી કંપનીનો 21 મેગા વોટનો સોલાર પ્લાન્ટ આવેલો છે. જેમાં ગત 6 તારીખે રાત્રે તસ્કારોએ પ્રવેશ મેળવી લીધો હતો, અને અંદરથી રૂપિયા 80 હજારની કિંમતના 2,400 મીટર કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા.
આ ઉપરાંત કરો એ એલ્યુમિનિયમના એમ.એમ. ના ડી.સી. કેબલ કે જેની અંદાજિત દોઢ લાખ રૂપિયા થાય છે તેના ટુકડા કરી કાપી નાખી નુકસાની પહોંચાડી હતી.જેથી આ મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ખાનગી કંપનીના સિક્યુરિટી અધિકારી જીગરભાઈ જતીન્દ્રભાઈ ત્રિવેદીએ લાલપુર પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે
લાલપુરના એ.એસ.આઈ. ડી.ડી.જાડેજા અને તેઓની ટીમે સ્થળ પર પહોંચી જઈ પંચનામુ વગેરે કર્યું છે, અને તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી છે.









