ચોરોની નવી તરકીબ, ટુ-વ્હીલર નહીં પણ તેની એસેસરીઝની ચોરી
Vadodara Theft Case : વડોદરામાં વાહન ચોર દ્વારા પોલીસથી બચવા માટે ચોરી ન નવી તરકીબ અજમાવવામાં આવી હોવાનો કિસ્સો વડોદરાના છાણી વિસ્તારમાં બન્યો છે.
છાણીની પ્રયોગશાળા રેસીડેન્સીમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા જયશ્રીબેન પરમારે પોલીસને કહ્યું છે કે, સવારે મારા પડોશીએ પાર્કિંગમાં મૂકેલું એક્સેસ સ્કૂટર તમારું છે કે કેમ તેમ પૂછ્યું હતું.
જેથી મેં તપાસ કરતા અમારા સ્કૂટરની આગળની બોડી, હેડ લાઇટ તેમજ અંદરની અન્ય એસેસરીઝ ગાયબ જણાઈ હતી. તપાસ દરમિયાન કોઈ ચોર રાત્રે બે થી ત્રણ વાગ્યાના ગાળામાં મારા સ્કૂટરની એસેસરીઝ કાઢી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આમ, વાહન ચોરોએ હવે પોલીસથી બચવા નવી પદ્ધતિ અપનાવતા પોલીસ પણ ચોકી ઉઠી છે.