Gujarat

જામનગર શહેરમાંથી પોણા બે લાખની કિંમતના ચોરાઉ કોપર વાયર અને રીક્ષા સાથે તસ્કર બેલડી ઝડપાઈ

By GS TEAM
16 Sep 20251 min read
TukuTouch Logo
જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન રૂપિયા પોણા બે લાખની કિંમતના વાયર તથા ઓટો રીક્ષા સાથે બે શખ્સો ઝડપાયા છે, જેઓની ઘનિષ્ટ પૂછપરછ ચલાવાઇ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાંથી પોણા બે લાખની કિંમતના ચોરાઉ કોપર વાયર અને રીક્ષા સાથે તસ્કર બેલડી ઝડપાઈ

Jamnagar Theft Case : જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન રૂપિયા પોણા બે લાખની કિંમતના વાયર તથા ઓટો રીક્ષા સાથે બે શખ્સો ઝડપાયા છે, જેઓની ઘનિષ્ટ પૂછપરછ ચલાવાઇ રહી છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં જીણવટ ભરી તપાસ કરી રહી હતી, અને કેટલાક શકમંદને ચેક કરી રહી હતી, જે દરમિયાન જી.જે 10 ટી.ડબ્લ્યુ 6206 નંબરની એક રીક્ષા પસાર થતાં તેને અટકાવીને રીક્ષાની તલાસી લીધી હતી. જે રીક્ષાની અંદરથી કોપર વાયર મળી આવ્યા હતા. જે અંગે રીક્ષા ચાલક તથા અંદર બેઠેલા બંનેની પૂછપરછ કરતાં તેના બીલ આધાર વગેરે રજૂ કરી શક્યા ન હતા, અને તે વાયરનો જથ્થો ચોરાઉ હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરાયું હતું. આથી એલસીબીની ટુકડીએ રૂપિયા 1.74 લાખની કિંમતનો 435 મીટર કોપર વાયરનો જથ્થો અને રૂપિયા બે લાખની કિંમતની રીક્ષા સહિત રૂપિયા 3.75 લાખની માલમતા કબજે કરી લેવામાં આવી છે.

જ્યારે રીક્ષાની અંદર બેઠેલા જામનગર નજીક હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા રણછોડ લખુભાઇ સાડમીયા અને હિંમત અલુભાઈ સાડમિયાની અટક કરી લઇ બંનેની વધુ પૂછપરછ કરવા માટે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવામાં આવ્યા છે.