Gujarat
ચાલુ વીજ પ્રવાહના સાડા સાત કી.મી. લંબાઈના ઈલેક્ટ્રીક વાયરો કાપીને ચોરો ઉઠાવી ગયા
By GS TEAM
18 Jun 20251 min read
વીજ વાયરો તેમજ પીન ઇન્સ્યુલેટર મળી કુલ 3.67 લાખ કિંમતની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
વીજ વાયરો તેમજ પીન ઇન્સ્યુલેટર મળી કુલ 3.67 લાખ કિંમતની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના વાઘોડિયા તાલુકાના કોટાલી ગામની સીમમાં કોટાલી નર્મદા માઇનોર કેનાલ ઉપર 72 વીજ પોલ પર અઢી કિલોમીટરની લંબાઈના 11 કિલો વોટનો વીજ પ્રવાહ ચાલુ હોય તેવા એલ્યુમિનિયમના થ્રી ફેઝના તાર લગાડેલા હતા. આ સાથે કુલ 7.5 કિલોમીટરની લંબાઈના વાયર વિજ પોલો ઉપર ઇન્સ્ટોલ કરેલા હતા. જે વીજ વાયરો તેમજ પીન ઇન્સ્યુલેટર મળી કુલ 3.67 લાખ કિંમતની ચોરી અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ અંગે જરોદ પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.









