Get The App

મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ 1 - image

Theft Case : વડોદરાના મકરપુરામાં એરફોર્સ સ્ટેશનની પાછળ સ્વામી રેસીડેન્સીમા રહેતા નરેશભાઈ મલજીભાઈ રાઠવા કરજણ ખાતેની કંપનીમાં નોકરી કરે છે. ગત દસમી તારીખે તેઓ પરિવાર સાથે અગાસી પર સૂઈ ગયા હતા. તેમના ઘરે ત્રાટકેલા ચોર બેડરૂમની બારી તોડીને અંદર ઘૂસ્યા હતા અને તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા 3000 રૂપિયા ચોરી ગયા હતા. પોલીસે 1.60 લાખની ચોરીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.