Gujarat

મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ

By GS TEAM
20 Jun 20261 min read
TukuTouch Logo
ઉનાળામાં અગાસી પર સુતેલા પરિવારના ઘરમાંથી ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી ગઈ

Summarized by AI; it may make mistakes. Check important info

મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ

Theft Case : વડોદરાના મકરપુરામાં એરફોર્સ સ્ટેશનની પાછળ સ્વામી રેસીડેન્સીમા રહેતા નરેશભાઈ મલજીભાઈ રાઠવા કરજણ ખાતેની કંપનીમાં નોકરી કરે છે. ગત દસમી તારીખે તેઓ પરિવાર સાથે અગાસી પર સૂઈ ગયા હતા. તેમના ઘરે ત્રાટકેલા ચોર બેડરૂમની બારી તોડીને અંદર ઘૂસ્યા હતા અને તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા 3000 રૂપિયા ચોરી ગયા હતા. પોલીસે 1.60 લાખની ચોરીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.