Get The App

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો 1 - image

Jamnagar Mobile Theft : જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી તાજેતરમાં એક મોબાઈલ ફોનની ચોરી થઈ ગઈ હતી, જે બનાવવા અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મોબાઈલ ફોનની ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

 દરમિયાન જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગ હાથ ધરીને ખોડીયાર કોલોની વિસ્તારમાંથી હરીશ ગોવાભાઇ કબીરા નામના એક શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા 12 હજારની કિંમતનો ચોરાઉ મોબાઇલ ફોન કબજે કરી લીધો છે, અને આરોપીનો કબજો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દીધો છે.