વડોદરા હાઇવે ઉપર ગેરેજમાંથી 1.80 લાખની કિંમતનો સામાન ચોરી ચોરો ફરાર
Vadodara Theft Case : હાઇવે પર તરસાલી બ્રિજ નજીક બંધ ગેરેજને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો તેમાંથી અંદાજે રૂ.1.80 લાખની કિંમતનો સામાન ચોરી ફરાર થઈ જતા ગેરેજ સંચાલકે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
શહેરના વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે રહેતા નવીનભાઈ પટેલ નેશનલ હાઇવે નં. 48 પર તરસાલી બ્રિજ નજીક ગિરનાર હોટલની પાસે પટેલ મોટર્સ નામથી ગેરેજ ધરાવે છે. 9 એપ્રિલના રોજ રાબેતા મુજબ તેઓ ગેરેજ બંધ ગયા બાદ બીજા દિવસે સવારે ગેરેજના લાકડાના દરવાજાના નકુચા તુટેલ જણાઈ આવ્યા હતા, અને દુકાનની પેટીઓના લોક તોડી તેમાંથી એન્જિન ક્રેક, પંપ નોઝલ, પાઇપો, વેલ્ડીંગ મશીન, કમ્પ્રેશન, વિવિધ પાર્ટ્સ વિગેરે સહિત અંદાજે રૂ.1.80 લાખની કિંમતના સામાનની ચોરી થઈ હતી. આ સામાનની તપાસ કરતા આજદિન સુધી કોઈ સગડ ન મળતા આખરે ગતરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.