Get The App

ભરૂચના ઓચ્છણ અને અમલેશ્વર ગામ ખાતે કોપરના કેબલ ચોરી અજાણ્ય તસ્કરો ફરાર

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
ભરૂચના ઓચ્છણ અને અમલેશ્વર ગામ ખાતે કોપરના કેબલ ચોરી અજાણ્ય તસ્કરો ફરાર 1 - image

Bharuch Crime : આમોદના ઓચ્છણ ગામ ખાતેના સોલાર પ્લાન્ટમાંથી અને અમલેશ્વર ગામ પાસેથી પવનચક્કીના કોપર કેબલ ચોરી થયાના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે. ફરિયાદોના આધારે પોલીસે અજાણ્યા તસ્કરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

 આમોદ તાલુકાના ઓચ્છણ ગામ ખાતે સાનિકા ઇન્ડસ્ટ્રીઝ સોલાર પ્લાન્ટ આવેલ છે. ગઈ તા.29 ઓગસ્ટના રોજ રાત્રે સોલાર પ્લેટની નીચે લગાવેલ ડીસી કેબલ કપાયા હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અજાણ્યા તસ્કરો 10 ઇન્વેટર અને તેની વિવિધ સોલાર પ્લેટોમાં અંદાજે રૂ.90 હજારની કિંમતના આશરે 400 કિગ્રા વજનના 15000 મીટર જેટલો ડીસી કોપર કેબલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સિક્યુરિટી એજન્સી સંચાલકની ફરિયાદના આધારે આમોદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા બનાવમાં અમલેશ્વર ગામ પાસે આવેલ ખેતરમાં નવી પવનચક્કી બનાવવાની કામગીરી ચાલી રહી છે. કઈ તા.3 થી 9 સપ્ટેમ્બર દરમ્યાન પવનચક્કીમાં લગાવવાના કોપર કેબલ અજાણ્યા તસ્કરો ચોરી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા રૂ.2.20 લાખની કિંમતનો 550 મીટર કોપર કેબલ તથા રૂ.1,01,125ની કિંમતનો 125 મીટર કોપર કેબલ મળી કુલ રૂ.3,21,125ના કોપર કેબલ વાયરની ચોરી થયાનું બહાર આવ્યું હતું. સિક્યુરિટી મેનેજરની ફરિયાદના આધારે ભરૂચ રૂરલ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.