Get The App

વડોદરાની કંપનીએ જર્મની મોકલેલા માલમાંથી 4 કરોડના માલની ચોરીના કેસનો આરોપી પકડાયો

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાની કંપનીએ જર્મની મોકલેલા માલમાંથી 4 કરોડના માલની ચોરીના કેસનો આરોપી પકડાયો 1 - image

 વડોદરાઃ વડોદરાની કંપનીમાંથી જર્મની મોકલેલા એલ્યુમિનિયમના સાધનોમાંથી ૪ કરોડ ઉપરાંતનો સામાન ચોરી લેવાના  બનાવમાં પોલીસે એક આરોપીને અઢી વર્ષ બાદ સુરતથી ઝડપી પાડયો છે.

બાન્કો કંપનીએ જુલાઇ-૨૦૨૩માં સાત કન્ટેનરો ભરીને જર્મની માલ મોકલ્યો હતો.આ માલ હજીરા ખાતેથી રવાના થવાનો હતો. પરંતુ રસ્તામાં જ તેના સીલ તોડીને ૧.૪૨ લાખ કિલો જેટલો જથ્થો વગે કરી રેતીની ગુણો મુકી દેવામાં આવી હતી.

આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અગાઉ કન્ટેનરના ડ્રાઇવરો સહિતના આરોપીઓની અટકાયત કરી હતી અને તપાસમાં યુપીના સુધીરકુમાર ગયાપ્રસાદ સિંહ(મિસા ગામ, રૃદોલી,અયોધ્યા)નું પણ નામ ખૂલ્યું હતું.પરંતુ તેનો કોઇ પત્તો લાગતો નહતો.

સુધીર હાલમાં સુરતમાં રહેતો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમોએ વોચ રાખી  તેેને ઓલપાડની સેલિબ્રેશન હોમ્સ સોસાયટી ખાતેથી ઝડપી પાડયો હતો.