Get The App

જામનગરમાં ખરીદી કરવા ગયેલા વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર એલ.સી.બી.ના હાથે ઝડપાયો

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ખરીદી કરવા ગયેલા વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર એલ.સી.બી.ના હાથે ઝડપાયો 1 - image

Jamnagar Bike Theft : જામનગરના કાશી વિશ્વનાથ રોડ પરથી એક વેપારી યુવાનનું તાજેતરમાં બાઇક ચોરાયું હતું, જે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને એલસીબીની ટીમે એક તસ્કરને ઝડપી લીધો છે. આ ઉપરાંત જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી એક બાઈક ચોરાયું છે, જ્યારે સમર્પણ સર્કલ ચોકડી પાસેથી બે મોટરસાયકલ ચોરી થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જામનગર નજીક દડીયા ગામમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં દુકાન ચલાવતા વેપારી દીપેશભાઈ ચંદુલાલ લખીયર કે જેઓ ગત બીજી તારીખે પોતાનું બાઈક લઈને કાશી વિશ્વનાથ રોડ પર એક કાચના વિક્ર્તાને ત્યાં ખરીદી કરવા માટે ગયા હતા, અને પોતાનું મોટરસાયકલ દુકાનની બહાર પાર્ક કરીને રાખ્યું હતું. દરમિયાન તેઓનું બાઈક ચોરી થઈ ગયું હતું,

આ બનાવ અંગે દીપેશભાઈ લખીયારે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં એલ.સી.બી.ની ટીમે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરને શોધી કાઢ્યો હતો. જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ભનુભાઈ રીબડીયા નામના 36 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા 30 હજારની કિંમતનું ચોરાઉ બાઈક કબજે કરી લીધું છે. જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત જામનગર શહેરમાંથી વધુ ત્રણ મોટર સાયકલની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી એક બાઇક ચોરાયું છે, જ્યારે અન્ય બે બાઈક સમર્પણ સર્કલ ચોકડી પાસેથી ચોરાયા છે.

જામનગર નજીક મસીતીયામાં રહેતા અફઝલ ગફારભાઈ ખફી નામના યુવાને પોતાનું બાઈક જી.જી.હોસ્પિટલના પાર્કિંગમાં રાખ્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ ઉપરાંત જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા અને અભ્યાસ કરતા રાજદીપસિંહ ભાવસંગજી જાડેજા નામના વિદ્યાર્થી યુવાને પોતાનું બાઈક સમર્પણ સર્કલ ચોકડી પાસેના પાર્કિંગમાં રાખ્યું હતું, જ્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાનું પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે.

આ ઉપરાંત જામનગરમાં દ્વારકેશ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ જોગલ નામના 25 વર્ષના આહિર યુવાને પણ જામનગરના સમર્પણ સર્કલ નજીકના પાર્કિંગમાં રાખેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.