વડોદરામાં જ્વેલર્સ શોરૂમ અને મોબાઈલ શોપમાં ગ્રાહક બની ચોરી કરનાર પકડાયો, 7 ચેન અને 2 મોબાઈલ કબજે
Vadodara : વડોદરામાં ગ્રાહકના સ્વાંગમાં દુકાનોમાંથી નજર ચૂકવી ચોરી કરી લેતા એક યુવકને પોલીસે ઝડપી પાડતાં તેની પાસેથી પોણો ડઝન જેટલી ચોરીઓનો ભેદ ખુલ્યો છે.
કારેલીબાગના રાત્રિ બજાર ગેટ પાસે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક શકમંદ યુવકને તપાસતા એની પાસેથી સોનાની ચાર ચેન અને ચાંદીની ત્રણ ચેન મળી હતી. જ્યારે બે નવા મોબાઈલ પણ મળ્યા હતા.
પૂછપરછ દરમ્યાન તેનું નામ અરવિંદ આશુભાઈ ગવારીયા (પટેલ ફળિયુ,સુભાનપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઈલના બીલ તેમજ દાગીના વિશે પોલીસે પૂછપરછ કરતા અરવિંદ ભાંગી પડ્યો હતો અને દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઈ ખરીદીના નામે ચેન તેમજ મોબાઇલ કઢાવ્યા બાદ નજર ચૂકવીને ચોરી કરતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની પાસેથી પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.