જામનગરમાં ધોળા દહાડે મકાનમાં ઘુસ્યો ચોર, પોલીસ આવે તે પહેલા થયો ફરાર, સીસીટીવીમાં થયો કેદ
Jamnagar News: જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 10માં ધોળે દહાડે કોઈ તસ્કર ચોરી કરવા માટે પહોંચતાં ભાવે દેકારો બોલી ગયો હતો. તસ્કરે એક મકાનની બારીના સળિયા બેવડા વાળીને અંદર પ્રવેશ મેળવી લીધો હતો, પરંતુ અવાજ થવાથી આડોશી પાડોશી એકત્ર થઈ ગયા હતા.
દરમિયાન એક નાગરિકે સમય સૂચકતા વાપરીને પોલીસને ફોન કરી દીધો હતો અને લોકોના ટોળાએ એકત્ર થઈ ગયા હતા. દરમિયાન પોલીસ આવી પહોંચે તે પહેલાં તસ્કર પહેલા માળેથી છલાંગ લગાવીને ભાગી છૂટ્યો હતો. પરંતુ એક મકાનના સીસીટીવી કેમેરામાં તસ્કર કેદ થયો હતો.
ત્યારબાદ પોલીસ ટુકડી પણ સ્થળ ઉપર આવી ગઈ હતી. સીસીટીવી કેમેરાના આધારે તસ્કરને શોધવા માટે કવાયત શરૂ કરી દીધી છે. ધોળે દહાડે બની રહેલા ચોરીના આવા બનાવને લઈને સ્થાનિકોમાં શોરબકોર શરૂ થયો હતો.