Gujarat
આણંદના મકાનમાંથી ચોરી કરનાર વડોદરાનો ચોર રોકડા 3 લાખ ઘેર મૂકવા આવતાં પકડાઇ ગયો
By GS TEAM
17 Jul 20251 min read

વડોદરાઃ વડોદરામાંથી પકડાયેલા એક ચોર પાસે આણંદની ઘરફોડ ચોરીનો ભેદ ખૂલ્યો છે અને તેની પાસે ચોરીના રૃ.૩ લાખ રોકડા પણ મળી આવ્યા છે.
અજબડી મિલ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે સાગર કૈલાસભાઇ વાઘેલા(કુંભારવાડા, પાણીગેટ)ને અટકાવી તપાસતાં તેની પાસે મોટી રોકડ રકમ મળી હતી.જેથી પોલીસે વધુ પૂછપરછ કરતાં ૩૫ દિવસ પહેલાં તેણે સાગરીતો સાથે આણંદના મકાનમાંથી રૃ.૮ લાખ ઉપરાંતની ચોરી કરી હોવાની વિગતો ખૂલી હતી.ચોરેલી રકમ પૈકીની રોકડ રકમ તે ઘેર મુકવા જઇ રહ્યો હતો.
વધુ પૂછપરછ દરમિયાન સાગરે આણંદ ખાતે ઘરફોડ ચોરી અને વાહનચોરીના ચાર આચર્યા હોવાનું બહાર આવ્યું હતું.જેથી આણંદ પોલીસને જાણ કરવામાં આવી છે.








