વડોદરા,વાઘોડિયા રોડના મોલમાંથી ચોરી કરીને ભાગતા ગ્રાહકને સિક્યુરિટી ગાર્ડે ઝડપી પાડી પાણીગેટ પોલીસને હવાલે કર્યો છે.
વાઘોડિયા રોડ પરના એક મોલમાં ગઇકાલે બપોરે પોણા ત્રણ વાગ્યે સિક્યુરિટી ગાર્ડે એક વ્યક્તિને ભાગતા પકડી પાડયો હતો. આ અંગે મેનેજરે સ્ટાફને પૂછતા કાઉન્ટર પર બિલ બનાવવાનું કામ કરતી મહિલાએ મેનેજરે જણાવ્યું હતું કે, આ વ્યક્તિ કાઉન્ટર પર એક શર્ટ અને ટી શર્ટની ખરીદીનું બિલ બનાવવા માટે આવ્યો હતો. બિલ બનાવ્યા પછી તે કપડા થેલામાં મૂકતો હતો ત્યારે એક ફેશવોશ નીચે પડતા મને શંકા જતા તે ભાગ્યો હતો. મે ચોર, ચોરની બૂમો પાડતા સિક્યુરિટી ગાર્ડે તેને ઝડપી લીધો હતો. તેને ચેક કરતા તેની પાસેથી ૭,૦૪૪ રૃપિયાની કોસ્મેટિક વસ્તુઓ મળી આવી હતી. મેનેજરની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે જાવેદ નૂરમહંમદ દિવાન (રહે. લાલજીન કંપાઉન્ડ સોસાયટી, પાલેજ, ભરૃચ) ની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


