વડોદરાઃ શહેર પોલીસે જુદાજુદા ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ બે આરોપીને ઝડપી પાડયા છે.
અમદાવાદથી એક ગઠિયો કારમાં વડોદરા આવી હાઇવે પર પાર્ક કરેલી કારમાંથી સ્પેર વ્હીલ ચોરી કરતો હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચે વાઘોડિયા રોડ વિસ્તારમાંથી અરવિંદ અમથાભાઇ સેનવા (પિંગળજ ગામ,નગરી ફળિયું,ખેડા)ને ઝડપી પાડયો હતો.તેણે છ ગુના આચર્યા હોવાની વિગતો બહાર આવી હતી.
આવી જ રીતે નવાયાર્ડ વિસ્તારમાં ૧૧ વર્ષ પહેલાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો.જેમાં સીસીટીવી કેમેરા તોડીને મોબાઇલની લૂંટ કરવામાં આવી હતી.જે ગુનામાં વોન્ટેડ કિરણ મણીલાલ બારીયા (શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે,કાસમઆલા કબ્રસ્તાન નજીક,ભૂતડીઝાંપા)ને પોલીસે ઝડપી પાડયો છે.


