ચોરીનું મોપેડ લેવા આવેલો ચોર પોલીસના હાથે ઝડપાયો
ખોડિયાર નગર પાસેથી ચોરીના બાઇક સાથે આરોપી પકડાયો
વડોદરા,માંજલપુર અને બાપોદ વિસ્તારમાંથી વાહનો ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે.
બિલ ગામ પ્રધાન મંત્રી આવાસ યોજનાના ટાવર નીચે પાર્ક કરેલું ચોરીનું મોપેડ લેવા માટે એક વ્યક્તિ આવનાર હોવાની માહિતી અટલાદરા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને મોપેડ લાવનાર નિખિલ દેવીસિંહ રાજપૂત (રહે. મારૃતિ રેસિડેન્સી, તા.હાલોલ, જિ.પંચમહાલ) ને ઝડપી પાડયો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ મોપેડ ત્રણ મહિના પહેલા માંજલપુર મારૃતિધામ સોસાયટી ખાતેથી ચોરી કર્યુ હતું. જેથી, પોલીસે મોપેડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસે ખોડિયાર નગર વૈકુંઠ - ૨ ની પાસેથી ચોરીની બાઇક સાથે અનિલ નાયકાભાઇ રાઠવા (રહે. અંબિકા નગર, વૈકુંઠ - ૨ ની સામે, ખોડિયાર નગર) ને ઝડપી પાડયો હતો. જે બાઇક તેણે બાપોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરી હતી.