Get The App

નોકરીયાતો દ્વારા પાર્ક કરાતા વાહનો ઉઠાવતો અઠંગ વાહનચોર અને વાહનો ખરીદનાર પકડાયાઃ6 બાઇક ઉઠાવી

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
નોકરીયાતો દ્વારા પાર્ક કરાતા વાહનો ઉઠાવતો  અઠંગ વાહનચોર અને વાહનો ખરીદનાર પકડાયાઃ6 બાઇક ઉઠાવી 1 - image

વડોદરાઃ નોકરીયાતો દ્વારા  પાર્ક કરાતાં ટુવ્હીલર ની ઉઠાંતરી કરતા રીઢા વાહનચોર અને તેની પાસે ચોરીની મોટરસાઇકલો ખરીદનાર સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

અગાઉ વાહનચોરી સહિતના એક ડઝનથી વધુ ગુનાઓમાં પકડાયેલા રીઢા આરોપી દુર્ગેશ ગિરિશકુમાર ઠાકોર(જયનારાયણ કુંજ સોસાયટી,છાણી મૂળ શ્રધ્ધાપાર્ક,હરણી-વારસિયા રિંગરોડ)ને પોલીસે ઝડપી પાડતાં તેણે ગેંડા સર્કલ અને ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરીને જતા નોકરીયાતોની મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

પોલીસની તપાસમાં છ વાહનચોરીનો ભેદ ખૂલ્યો હતો.જેમાંથી ચાર બાઇક કબજે લેવામાં આવી છે.દુર્ગેશ પાસે ચોરેલા વાહન ખરીદનાર નામાન શબ્બીરભાઇ વ્હોરા(ઝમઝમ પાર્ક,હાથીખાના પટેલફળિયા પાસે)ની પણ પોલીસે ધરપકડ કરી હતી.