Get The App

સોશ્યલ મીડિયા પર સંપર્ક કરી યુવકને ટેરેસ પર બોલાવ્યા બાદ માર મારીને રૃપિયા ટ્રાન્સફર કરાવી લીધા

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
સોશ્યલ મીડિયા પર સંપર્ક કરી યુવકને ટેરેસ  પર બોલાવ્યા બાદ માર મારીને રૃપિયા ટ્રાન્સફર કરાવી લીધા 1 - image

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં ડેટિંગ એપ પરથી સંપર્ક કરી યુવકને ટેરેસ પર બોલાવ્યા બાદ માર મારીને રૃપિયા પડાવી લેવાના જુદાજુદા બે બનાવ બનતાં ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય રાજ્યમાંથી આવેલા યુવકે પોલીસને કહ્યું છે કે,ડેટિંગ એપ મારફતે આરોપીએ મધુનગર બ્રિજ પાસે  બોલાવ્યો હતો અને ત્યારબાદ મલહરબા પાર્કના એક મકાનની ટેરેસ પર લઇ જઇ પટ્ટા વડે માર મારી રૃ.૬ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ  ફરિયાદમાં પોલીસે જુબેર પઠાણ,તમજિદ પઠાણ અને સાજાબ પઠાણ સામે ગુનો નોંધી જુબેરની અટકાયત કરી છે.આ પ્રકારે બીજા પણ એક યુવક પાસેથી રૃ.૪૦ હજાર ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હોવાની પણ વિગતો મળતાં પીઆઇ લાઠિયાએ તપાસ હાથ ધરી છે.

Tags :