કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા
છ નશેબાજો વડોદરા સિટિમાં જમવા આવ્યા હતા : પોલીસે કાર પણ કબજે કરી
વડોદરા,મોડીરાતે વાહન ચેકિંગ દરમિયાન આજવા ચેક પોસ્ટ પાસે કારમાં દારૃનો નશો કરીને જતા છ નશેબાજોેને બાપોદ પોલીસે ઝડપી પાડયા હતા.
બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રાતે આજવા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન રાતે અઢી વાગ્યે એક કાર ઉભી રાખી હતી. પી.આઇ. એમ.કે. ગુર્જરે તપાસ કરતા કારમાં બેઠેલા લોકોએ દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. કાર ચાલકનું નામ અંકુર અજીતસિંહ ગોહિલ ( રહે. ગામ કંડાચ, તા.કાલોલ, જિ.પંચમહાલ) હતું. તેમજ કારમાં બેસેલા અન્ય વ્યક્તિઓ (૨) સંદિપકુમાર પ્રવિણભાઇ પટેલ (૩) વિશાલ કિશનભાઇ શેઠ્ઠી (૪) સચીન સુરેશભાઇ પટેલ (૫) જીગર રમેશભાઇ પટેલ તથા (૬) રાજવીરસિંહ સંજયસિંહ ગોહિલ (તમામ રહે. જલતરંગ બંગ્લો,તા.હાલોલ, જિ.પંચમહાલ) હતા. આ તમામે દારૃનો નશો કર્યો હોઇ પોલીસે ગુનો દાખલ કરી કાર કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ કરનાળી દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા પછી તેઓએ રસ્તામાં દારૃનો નશો કર્યો હતો અને ત્યારબાદ તેઓ વડોદરા સિટિમાં જમવા આવ્યા અને પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. તમામ નશેબાજો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે.