બાંગ્લાદેશમાંથી આંખે પાટા બાંધીને બોર્ડર ક્રોસ કરાવાય છે,નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગેલી યાસ્મીનનો પત્તો નથી
વડોદરાઃ વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગી ગયેલી ત્રણ બાંગ્લાદેશી યુવતીઓમાંથી યાસ્મીન નામની યુવતીનો હજી કોઇ પત્તો નથી.
ત્રણ વર્ષ પહેલાં હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી ત્રણ બાંગ્લાદેશી યુવતીઓ પકડાઇ હતી.જેમની પાસે ડુપ્લિકેટ આધાર કાર્ડ મળતાં રેલવે પોલીસે ત્રણેને વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી.
આ ત્રણેય મહિલા નારી સંરક્ષણ ગૃહની દીવાલ કૂદીને પરોઢિયે ફરાર થઇ ગઇ હતી. જે પૈકી ફરજાના શેખ ઉર્ફે પોપી બેગમ અને મૌસમી ઉર્ફે સારમીન શેખ રાજકોટથી પકડાતાં તેમને ડીપોર્ટ કરવામાં આવી હતી.જ્યારે,યાસ્મીન ઉર્ફે જન્નત નો હજી પત્તો નથી
ત્રણેય મહિલાઓની પૂછપરછ દરમિયાન ઢાકાની મહિલા એજન્ટ રૃકસાનાનું નામ પણ જે તે વખતે ચર્ચામાં આવ્યું હતું.આ મહિલા એજન્ટના ઇશારે આંખે પાટા બાંધીને તેમને બોર્ડર ક્રોસ કરાવવામાં આવી હોવાની માહિતી મળી હતી.