MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં મધરાતે શોર્ટ સર્કિટ હતા ગભરાટ ફેલાયો
Vadodara M S University : વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં તાજેતરના ફૂડ પોઈઝનિંગના બનાવ બાદ ફરી એકવાર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
પાંચ દિવસ પહેલા એચડી હોલ ખાતે ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. જ્યારે, ગઈકાલે મધરાતે યુનિવર્સિટીની કસ્તુરબા ગાંધી ગર્લ્સ હોસ્ટેલમાં આગનું છમકલું થયું હતું.
હોસ્ટેલના એક રૂમમાં ઇલેક્ટ્રીક કિટલીમાં શોર્ટ સર્કિટ થતા રૂમમાં ધુમાડા છવાયા હતા અને તેને પગલે વિદ્યાર્થીનીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાવતા દાંડિયા બજારની ટીમ દોડી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ સ્થિતિ કાબુમાં લઈ લીધી હતી. જેને કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું.