Get The App

દફ્તર વગરનું ભણતરની જાહેરાતો પણ વ્યાયામ-ચિત્રના શિક્ષકો અને શાળામાં મેદાન જ નથી!

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
દફ્તર વગરનું ભણતરની જાહેરાતો પણ વ્યાયામ-ચિત્રના શિક્ષકો અને શાળામાં મેદાન જ નથી! 1 - image
Images Sourse: IANS

Schools In Gujarat: વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ જ નહીં, પણ ચિત્ર, વ્યાયામ, સંગીત અને રમત ગમત જેવી ઈતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવા ભાર વિનાના ભણતરનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે બેગ-લેસ ડેની જાહેરાત કરાઈ છે. પણ સવાલ એ ઊઠ્યો છે કે, સરકારી શાળાઓમાં ચિત્ર વ્યાયામ સંગીતના શિક્ષકો જ નથી. આ ઉપરાંત રમત ગમતના મેદાનો પણ નથી. તો હજારો વિદ્યાથીઓ બેગ-લેસ ડેના દિવસે શું કરશે?

રાજ્યની 6921 પ્રાથમિક શાળાઓ મેદાન વગરની

બેગ-લેસ ડેની મોટા ઉપાડે જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં શિક્ષણ વિભાગ કેલેન્ડર મુજબ શિક્ષકોની ભરતી કરવામા આવતી નથી. આજે પણ 40 હજાર જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. છેલ્લા 15 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચિત્ર, સંગીત અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. હવે સવાલ એ છે કે બેગ-લેસ ડેના દિવસે વિદ્યાર્થીઓને ચિત્ર, સંગીત કોણ શીખવશે? રાજ્યની 6921 પ્રાથમિક શાળાઓ એવી છે, જેમાં રમત ગમતના મેદાન જ નથી. કેટલીય શાળાઓ શોપિંગ કોમ્પલેક્ષની ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે શિક્ષકો વિના વિદ્યાર્થીઓને વ્યાયામ પ્રવૃત્તિ કોણ કરાવશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં પ્રિયજન ગુમાવનારા 6 પરિવારોને વધુ અવશેષો સોંપાયા, ફરી અંતિમ સંસ્કાર કરવા પડશે!

શાળાઓમાં ચિત્ર, સંગીત, વ્યાયામની પ્રવૃત્તિઓ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. શિક્ષકો ઉપલબ્ધ નથી તો બેગ-લેસ ડે કેવી રીતે અસરકારક થશે તે એક મૂંઝવતો સવાલ છે. પ્રવેશોત્સવના નામે તાયફા કરતી સરકાર શિક્ષકોની ભરતીનો ઉત્સવ ક્યારે કરશે? ભાર વગરના ભણતરની વાતો વચ્ચે બેગ-લેસ ડેથી બાળકોને એક દિવસ ભારેખમ બેગથી રાહત મળશે. પરંતુ ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓને મસમોટી ફીમાંથી ક્યારે રાહત મળશે?

દફ્તર વગરનું ભણતરની જાહેરાતો પણ વ્યાયામ-ચિત્રના શિક્ષકો અને શાળામાં મેદાન જ નથી! 2 - image



Tags :