સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મ્યુનિ.ને પાંચ વર્ષ સુધી ગ્રાન્ટ મળવાની શક્યતા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી બાબતે જરૃરી ફિઝિબિલિટી રિપોર્ટ, અંદાજ, વેન્ડર લીસ્ટ, ડીપીઆર માટે કવાયત શરૃ
સુરત,
સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ વર્ષ સુધી ગ્રાન્ટ મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પાલિકાએ આ શક્યતાના કારણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી ના બાબતે જરૃરી ફિઝિબિલિટી રિપોર્ટ, અંદાજ, વેન્ડર લીસ્ટ, ડીપીઆર માટેની કવાયત શરુ કરી છે.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરત પાલિકા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ આરોગ્ય લક્ષી કામગીરી માટે સરકારની ગ્રાન્ટ માંથી સોલિડ વેસ્ટ કલેકશન, ટ્રાન્સપોર્ટેશન, ડિસ્પોઝેબ જેવી કામગીરી માટે પાલિકાને પાંચ વર્ષ માટે લોન મળશે.
આ શક્યતા જોતા મ્યુનિ.એ
ગ્રાન્ટ મેળવવા માટે વિવિધ પ્રોજે્કટના ફીજીબીલીટી રિપોર્ટ માટે કન્સલ્ટન્ટની પેનલ
માટેની કામગીરી શરૃ કરી હતી. આ માટે પહેલો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં કોઈ
સફળતા મળી ન હતી. હાલ બીજો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમાં પણ એક જ ઓફર પાલિકાને મળી છે જેની દરખાસ્ત શાસકો સામે કરવામાં આવી છે તેના પર નિર્ણય
કરાશે.