કલાલી ફાટક પાસે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ
ખિસકોલી સર્કલ પાસે પાણીની લાઈનના વાલ્વ લીકેજથી પાણીનો વેડફાટ

વોર્ડ નં.૧૨માં સમાવિષ્ટ કલાલી ફાટક ખાતે અક્ષરચોકથી અટલાદરા તરફના બ્રિજની નીચે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
સામાજિક કાર્યકરનું કહેવું છે કે, છેલ્લા બે મહિનાથી અહીં પાણીની લાઈનમાં ભંગાણથી શુધ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ નજીકમાં જ પાણીની લાઈનમાં ભંગાણ થયું હોઈમ્યુ.કોર્પોરેશને સમારકામ કર્યું હતું, પરંતુ આ લીકેજનું સમારકામ ન થતા પાણી વેડફાઈ રહ્યું છે. બે દિવસ અગાઉ કલાલી રોડ પર પ્રજાપતિ હોલની સામે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મ્યુ.કોર્પોરેશને બીજા દિવસે સમારકામ પૂર્ણ કર્યું હતું. આ ઉપરાંત ખિસકોલી સર્કલ ખાતે હનુમાન મંદિર પાસે પ્રમુખસ્વામી કુટિર તરફના માર્ગ પર પણ પાણીની લાઈનનો વાલ્વ લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રજૂઆત કરવા છતાં સમારકામ થઈ રહ્યું નથી.

