ભાવનગર જિલ્લાના પેટાળમાં ધરબાયેલી છે 16 ખનીજ સંપદા
- તળાજાના રોજીયા પંથકમાં ડેન્ટોનાઇટ થતા લીઝ મંજૂર કરાશે
- સિહોર, તળાજા, મહુવા, ગારિયાધાર અને ભાવનગર તાલુકાના અનેક ગામોમાં ખનીજની મોજુદગી હતી
માનવ જાતના ઉત્કર્ષ માટે ખનીજે અનાદિકાળથી મહત્વનો ભાગ ભજવ્યો છે ભાવનગરના ભૂ ભાગમાં ભૂસ્તરશાીના અગાઉના સર્વે મુજબ કુલ ૧૬ પ્રકારના ખનીજો જોવા મળે છે જે ખનીજોમાં અકીક ઝવેરાતમાં વપરાય છે જેની મહુવાના તલગાજરડા લોંગડી ગામમાં હાજરી મળી આવે છે તો પગ માટી- બેન્ટો નાઈટ એ આલમપર,અધેવાડા,ચિત્રા,જુના રતનપર, બુધેલ, માલણકા, લાખણકા, બાડી, કુકડ, મોરચંદ તગડી, રાજપરા, ઓથા અલંગ મણાર જેવા ગામોમાં જોવા મળે છે જે તેલ, ચરબીના શુદ્ધિકરણ માટે સૌંદર્ય પ્રસાધનો માટે ઉપયોગી છે તો ભાવનગરના જુનામાઢીયા,ગોરડકા,રંઘોળા માં કાળમીંઢ પથ્થર નુ અસ્તિત્વ જોવા મળે છે જે ગ્રાટ કપચી, રોડ મેટલ બનાવવામાં ઉપયોગી છે આસાથે કોલસાઇટ ખનીજ એ નાની રાજસ્થળી, અણીડા તાતણીયા ના ભાગમાં છે જે રાસાયણિક ખાતર,સાબુ, દંતમંજનમાં ઉપયોગી છે જ્યારે ખડીચાકનો ોત માલણકા લુણધરા,વાવડી વગેરે ગામોમાં છે જે સફેદ સિમેન્ટ, ચાકની બનાવટ,ધાતુ ગાળવામાં થાય છે આ સાથે મુલતાની માટી,ચિરોડી ઉપરાંત સિમેન્ટ, બ્લીચિંગ પાવડર, સાબુ, બાંધકામના પથ્થર તરીકે મહત્તમ ઉપયોગી એવા જૂના ના પથ્થર લાઈમ સ્ટોન પણ જિલ્લાના નેપ, પીપરલા, સણોસરા, સોનગઢ, તળાજા, ઝાંઝમેર, રાજપરા, ગોપનાથ એ પ્રાપ્તિ સ્થાનો રહ્યા છે જયારે વિવિધ નદીઓ પરથી મોલ્ડિંગ સેન્ડ રેતી,ગેરુ નું પ્રમાણ પણ નોંધાયું હતુ. મહુવા ના રાણપડા ગામેથી પ્લાસ્ટિક માટી પણ મળી આવેલી આમ ભાવનગર જિલ્લાના ભૂ ભાગમાંથી ૧૬ જેટલા ખનીજો અને તેના પ્રાપ્તિ સ્થાનો હોવાનુ જણાયુ છે. ગત વર્ષના સર્વે પ્રમાણે તળાજામાંથી મળી આવેલ ડેન્ટોનાઇટ ખનીજ નવા ઉદ્યોગો માટે ઉપયોગી હોય આગામી દિવસોમાં લીઝ મંજૂર કરવામાં આવશે.
જિલ્લાની જમીનનો પ્રકાર 5 પ્રકારમાં વહેંચાયેલી છે
ભાવનગર જિલ્લાની જમીન સંપદામાં પાંચ પ્રકારની જમીન હોવાનું જણાયું છે. જેમાં મધ્યકાળી જમીન સિહોર, સોનગઢ, તળાજા, મહુવા, પાલિતાણા, ગઢડામાં જોવા મળે છે. તો કિનારાની રેતાળ કાપવાળી જમીન મહુવા તાલુકામાં વિશેષ છે. ત્રીજા પ્રકારમાં હળવી મુરમવાળી જમીનમાં સોનગઢ, ભાવનગર, પાલિતાણાના ટેકરીવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે ગારિયાધારમાં ચુનાના પથ્થરો વાળી તેમજ કાપવાળી માટીનો વિસ્તાર સમગ્ર ભાલ પ્રદેશમાં અસ્તિત્વ ધરાવે છે.
બગદાણા પંથકના ગામોના પાણી સેમ્પલમાં સોનાના તત્વો હોવાનું પ્રા.તારણ
જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ગત વર્ષે હાથ ધરેલા પૃથ્થકરણમાં મહુવા તાલુકાના બગદાણા અને આજુબાજુના ગામોમાં પાણીના સેમ્પલ લેવલાયા હતા જેના વિશ્લેષણમાં સોનાનું તત્વ હોવાનું પ્રાથમિક તારણ મળ્યું હોવાનું ભૂસ્ત્રશાસ્ત્રીએ જણાવ્યું હતું.