નારી સંરક્ષણ ગૃહના મહિલા મેનેજરના મકાનમાંથી દાગીના-રોકડની ચોરી,પરિવારના સદસ્યની સંડોવણી
વડોદરાઃ તરસાલીમાં રહેતા નારી સંરક્ષણ ગૃહના મેનેજરના મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ છે.
તરસાલીના પ્રિત ટેનામેન્ટમાં રહેતા હેતાક્ષીબેન ચાંપાનેરીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧લી ઓક્ટોબરે મારા પતિ તિજોરીમાંથી રૃ.૪હજાર કાઢવા જતાં તે મળ્યા નહતા.જેથી નોકરીએથી આવી મેં તપાસ કરતાં રોકડની સાથે સાથે રૃ.૭૯ હજારના દાગીના પણ ગૂમ હતા.
આ પછી પણ મારું મંગળસૂત્ર,સોનાની ચેન જેવા દાગીના મળતા નથી.જેથી મારે ત્યાં આવતા એક પરિવારજન પર શંકા છે.ફતેગંજ પોલીસે બનાવ અંગે ગુનો નોંધ્યો છે.