સુરક્ષિત ગણી શકાય તેવા કારેલીબાગ બુધ્ધદેવ કોલોનીના ફ્લેટમાં ચોરી
વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં એક ફ્લેટમાં ત્રાટકેલા ચોરો રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હોવાનો બનાવ બન્યો છે.
સુરક્ષિત ગણી શકાય તેવી બુધ્ધદેવ કોલોનીના એમઆઈજી ફ્લેટમાં રહેતા કપડાંના દુકાનદાર કેદાર કાણકીયાએ પોલીસ ને કહ્યું છે કે,ગઈ તા.૪થી એ મોડી સાંજે અમે અમદાવાદ ગયા હતા અને બીજા દિવસે રાતે પરત ફર્યા ત્યારે કબાટનો સામાન વેરવિખેર હતો.
તપાસ કરતાં રસોડાની બારી વાટે પ્રવેશેલા ચોરો ઘરમાં હાથફેરો કરી જુદીજુદી જગ્યાએ મુકેલી રોકડ તેમજ દાગીના મળી કુલ રૃ.પોણા બે લાખની મત્તા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.