Gujarat

બહેનના ઘરે ગયેલા ભાઇના બંધ મકાનમાંથી ચોરી

By GS TEAM
26 Jun 20251 min read
બહેનના ઘરે ગયેલા ભાઇના બંધ મકાનમાંથી  ચોરી

 વડોદરા,પાદરા તાલુકામાં રહેતી બહેનના ઘરે ગયેલા યુવાનના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી રોકડા અને સોના ચાંદીના દાગીના ચોરી ગઇ હતી.

માંજલપુર ભાટકૂવા સાંઇનાથ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા શ્રમજીવી મુકેશભાઇ પહાડસિંહ ગોહિલના લગ્ન થયા નથી. તેમની  ભત્રીજી સાથે રહેતી હતી. ચાર વર્ષ પહેલા લગ્ન થયા પછી પણ તેણે પોતાના દાગીના મુકેશભાઇના ઘરે રાખ્યા હતા. ગત ૨૩ મી તારીખે તેઓ પાદરા તાલુકાના ચોકારી ગામે રહેતા બહેન મંજુલાબેન તખતસિંહ પઢિયારના ઘરે ગયા હતા અને ત્યાં જ રોકાઇ ગયા હતા.  તે દરમિયાન તેમના  મકાનનું તાળું તોડીને ચોર ટોળકી બેડરૃમમાં મૂકેલી તિજોરીમાંથી  સોના - ચાંદીના દાગીના કિંમત રૃપિયા ૯૧ હજાર તથા રોકડા ૩ હજાર મળીને કુલ રૃપિયા ૯૪ હજારની મતા ચોરીને  ફરાર થઇ ગઇ હતી.